Gujarat Police Recruitment Board has published an Recruitment Official Notification for the posts of PSI Constable Vacancies. In this article we are discuss about full vacancy details, Educational Qualification, eligibility criteria, pay scale, salary and How to Apply in Gujarat Police Recruitment Board PSI Constable Recruitment.
Gujarat Police Recruitment Board Recruitment
Total No. of Vacancies : 12472 Vacancies
Last Date : 30 April 2024
1. પો.સ.ઇ. કેડર માટે :
પો.સ.ઇ. કેડરની જગ્યા માટે નીચે મુજબની વયમર્યાદા અને શૈક્ષણિક લાયકાત રહેશે.
જગ્યાનું નામ : બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર
1. બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર (પુરૂષ) : 316 જગ્યા
2. બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર (મહિલા) : 156 જગ્યા
વય-મર્યાદા (સામાન્ય) : મહત્તમ-૩૫ વર્ષ & લઘુત્તમ-૨૧ વર્ષ (તા.૩૦/૦૪/૧૯૮૯ થી તા.૩૦/૦૪/૨૦૦૩ સુધીમાં જન્મેલ)
શૈક્ષણિક લાયકાત : ઉમેદવાર ભારતમાં અથવા રાજય અધિનિયમથી અથવા તે હેઠળ સ્થપાયેલી અથવા સંસ્થાપિત યુનિવર્સિટીઓ પૈકી કોઇપણમાંથી અથવા તે તરીકે માન્ય થયેલી અન્ય કોઇપણ શૈક્ષણિક સંસ્થામાંથી અથવા યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન અધિનિયમ-૧૯૫૬ની કલમ-૩ હેઠળ ડીમ્ડ યુનિવર્સિટી તરીકે જાહેર થયેલી બીજી કોઇપણ શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલ સ્નાતકની પદવી ધરાવતા હોવા જોઇશે અથવા સરકારે માન્ય કરેલ તેની સમકક્ષ લાયકાત ધરાવતા હોવા જોઇશે.
2. લોકરક્ષક કેડર માટે :
લોકરક્ષક કેડરની જગ્યા માટે નીચે મુજબની વયમર્યાદા અને શૈક્ષણિક લાયકાત રહેશે.
જગ્યાનું નામ
ક. બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ
ખ. હથિયારી પોલીસ કોન્સ્ટેબલ
ગ. જેલ સિપોઇ
ઘ. હથિયારી પોલીસ
1. બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (પુરૂષ) - 4422 જગ્યા
2. બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (મહિલા) - 2178 જગ્યા
3. હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (પુરૂષ) - 2212 જગ્યા
4. હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (મહિલા) - 1090 જગ્યા
5. હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (એસ.આર.પી.એફ.) (પુરૂષ) - 1000 જગ્યા
6. જેલ સિપોઇ (પુરૂષ) - 1013 જગ્યા
7. જેલ સિપોઇ (મહિલા) - 85 જગ્યા
વય-મર્યાદા (સામાન્ય) : લઘુત્તમ-૧૮ વર્ષ મહત્તમ-૩૩ વર્ષ (તા.૩૦/૦૪/૧૯૯૧ થી તા.૩૦/૦૪/૨૦૦૬ સુધીમાં જન્મેલ)
શૈક્ષણિક લાયકાત : ધોરણ ૧૨ પાસ-હાયર સેકન્ડરી પરીક્ષા અથવા ગુજરાત સરકારશ્રીના સામાન્ય સામાન્ય વહીવટ વિભાગના તા.૧૫/૦૫/૨૦૧૨ ના ઠરાવ નં.રવભ-૧૦૨૦૧૧- યુ.ઓ.૧૯૦.ક માં જણાવ્યા મુજબ કોન્સ્ટેબલ (એસ.આર.પી.એફ.) ધોરણ-૧૨ સમકક્ષ પરીક્ષા પાસ હોવા જોઇએ.
પો.સ.ઇ. કેડર અને લોકરક્ષક કેડરમાં ઉપલી વય મર્યાદા બાબતે સુચનાઓઃ
અનુસૂચિત જાતિ (SC) / અનુસૂચિત જન જાતિ (ST) / સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC) / આર્થિક રીતે નબળા (EWS) વર્ગના ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં પાંચ વર્ષની છુટ મળશે.
તમામ મહિલા ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં પાંચ વર્ષની છુટ મળશે. (અનામત કક્ષાના મહિલા ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં કુલ ૧૦ વર્ષની છુટ મળશે)
પરીક્ષા ફી :
જનરલ (General) કેટેગરીના ઉમેદવારોએ નીચે જણાવ્યા મુજબ ફી ઉપરાંત લાગુ પડતા બેંકના સર્વિસ ચાર્જીસ ભરવાના રહેશે. (EWS, Scheduled Castes, Scheduled Tribes. Socially and Educationally Backward Classes, તથા માજી સૈનિક ઉમેદવારોએ ફી ભરવાની નથી.)
ફી ની રકમ
1. PSI Cadre 100 Rs.
2. Lokrakshak : 100 Rs.
3. Cadre 3 Both (PSI+LRD) : 200 Rs.
બેંકના સર્વિસ ચાર્જીસ (જેમાં વખતો વખત નિયમોનુસાર વધારો/ઘટાડો થઇ શકે છે. જે ઉમેદવારોને બંધનકર્તા રહેશે.
નોંધઃ ફી ફકત ઓનલાઇન જ ભરવાની રહેશે. પોસ્ટ ઓફીસ કે બેન્કમાં ચલણ કે રોકડેથી પરીક્ષા ફી ભરી શકાશે નહીં.
તમામ જગ્યાઓ માટે ફકત ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ ઓનલાઇન અરજી https://ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપરથી કરી શકાશે.
ઓનલાઇન અરજી કરતી સમયે ઉમેદવારે પોતાની અટક, પોતાનું નામ તથા પિતા/માતા/પતિનું નામ જે ધોરણ-૧૨ અથવા તેને સમકક્ષ પરીક્ષાની છેલ્લી માર્કશીટમાં દર્શાવેલ છે તે મુજબ જ દર્શાવવાનું રહેશે.
Important Date : Vidyut Sahayak Recruitment
Start Date and Time of Registration : 04/04/2024
Last Date and Time of Registration : 30/04/2024
Job Location : Gujarat
Official Notification of Gujarat Police Recruitment : Click Here